મયુર સંધી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી દુ:ખદ સમાચાર આવ્યાં છે. અહીંના રણજીત નગર વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જતા બે સગા ભાઈ બહેનના મોત નિપજતા વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના 80 ફૂટ રોડ ઉપર આવેલા રણજીત નગર વિસ્તારમાં એક પરિવારમાં શોક છવાઈ ગયો. પરિવારના બે બાળકો રમતા હતાં અને અચાનક રમતા રમતા ઘરની પાણીની ટાંકીમાં પડી ગયાં. બંને ભાઈ બહેનના મોત નિપજ્યાં. એક સાથે પરિવારમાં બે બાળકોના મોત થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં છે.
જુઓ LIVE TV
પોલીસ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે